મોરબી : ગત તા. 1ના રોજ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્ય સમિતિ તથા એન.એમ.ઓ.-મોરબીના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર એસોસિયેશનના સભ્યોની બેઠક શિશુ મંદિર મોરબી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં નિષ્ણાંતો દ્વારા રામમંદિર નિર્માણ માટેના અભિયાનને સફળ બનાવવા તેમજ નિધિ એકત્રીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તમામ ડોક્ટરોએ તન-મન-ધનથી અભિયાનમાં જોડાવાની તૈયારી દર્શાવી હતી. આ કાર્યક્રમમાં આર.એસ.એસ.માંથી પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડોક્ટર જયંતીભાઈ ભાડેશીયા, રાજકોટ વિભાગના સહકાર્યવાહ વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લાના સંચાલક લલીતભાઈ ભાલોડીયા, મોરબી જિલ્લાના કાર્યવાહ મહેશભાઈ બોપલીયા, સમિતિના મોરબી જિલ્લાના સંયોજક નારાયણભાઈ દવે હાજર રહ્યા હતા. તેમજ ડોક્ટર એસોસિયેશનના પ્રમુખ ડો. વિજયભાઈ ગઢીયા, મંત્રી ડો. દીપકભાઈ અઘારા, સ્વાગત સમિતિના સભ્ય ડો. જયેશભાઇ સનારીયા, ડો. હિતેશ પટેલ તથા મોરબી શહેરના વિવિધ બ્રાન્ચના નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.