વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટેની નવી દરખાસ્તોની સમીક્ષા કરાશેમોરબી : મોરબી જિલ્લા સેવા સદન ખાતે આગામી તા. ૨૯/૦૧/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હાયર અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં જિલ્લાના વિકાસને વેગ આપવા માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટેના નવા વિકાસકામોની દરખાસ્તોને બહાલી, સામાજિક અને શૈક્ષણિક પછાત યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવી દરખાસ્તો મંજૂર કરી વંચિત વિસ્તારોના વિકાસ પર ભાર મૂકવો સહિતના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવશે. વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલા આયોજનના કામોની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે તથા સંસદસભ્ય વિસ્તાર વિકાસ હેઠળના વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ ના કામોની પણ સમીક્ષા કરવામાં આવશે.