ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકપ્રશ્નો તેમજ વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરાશેમોરબી: મોરબી જિલ્લાના વહીવટી કાર્યમાં વેગ લાવવા અને લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણના હેતુથી આગામી 19 જૂન, 2026 ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે 'જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ'ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કલ્યાણકારી યોજનાઓ અને આંતર-વિભાગીય સંકલન પર ભારજિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, સરકારી કામકાજમાં વધુ સરળતા લાવવા માટે આંતર-વિભાગીય સંકલનને લગતી મહત્વની બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવશે.લોકપ્રશ્નોની ઝીણવટભરી તપાસ અને વિકાસના કામોની સમીક્ષાઆ બેઠક દરમિયાન પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ લોકપ્રશ્નો અને તેના ઉકેલ માટ થયેલી કાર્યવાહીની ઝીણવટભરી તપાસ કરાશે. આ સાથે જ, જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા પણ હાથ ધરવામાં આવશે. #Morbi #MorbiUpdate #MorbiNews #DistrictCollector #MorbiAdministration #GujaratNews #PublicIssues #DevelopmentWork