વિવિધ વિકાસલક્ષી કામોની સમીક્ષા કરાઈ : યોજનાઓના અસરકારક અમલીકરણ અને તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સાંસદની તાકીદમોરબી : છેવાડાના માનવી સુધી જન કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા સાંસદની તાકીદમોરબી જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ‘ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી’ (દિશા) ની બેઠક કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને માળખાગત સુવિધાઓના કામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.વિવિધ સરકારી યોજનાઓની ઝીણવટભરી સમીક્ષાબેઠકમાં અધ્યક્ષ દ્વારા ડિસેમ્બર-2025 ના અંત સુધીમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી ભૌતિક અને નાણાકીય કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિવિધ યોજનાઓ VB-GRAM G અને NRLM-2, પ્રધાનમંત્રી આવાસ યોજના અને સાંસદ આદર્શ ગ્રામ યોજના, સ્વચ્છ ભારત મિશન અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, કિસાન સન્માન નિધિ અને સોઇલ હેલ્થ કાર્ડ, મહિલા અને બાળ સુરક્ષા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અને માતૃ વંદના યોજના અને પીએમ પોષણ, પીએમ કૌશલ્ય યોજના અને પીએમ રોજગાર નિર્માણ કાર્યક્રમની પ્રગતિ ચકાસી હતી. સાંસદે આ તમામ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સમયસર અને પારદર્શક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા ઉપસ્થિત અધિકારીઓને કડક તાકીદ કરી હતી.વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયો અહેવાલબેઠક દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મોરબી મહાનગર પાલિકા, નગરપાલિકાઓ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ અને ખેતીવાડી જેવા મહત્વના વિભાગોના વડાઓએ પોતપોતાના વિભાગની સિદ્ધિઓ અને પ્રગતિ હેઠળના કામોનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો પણ આપવામાં આવ્યા હતા.બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોઆ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોની, પ્રાંત અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #VinodChavda #DishaCommittee #Development #GovtSchemes #MorbiCollector #GujaratNews