ટંકારા : ટંકારા ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં સૌએ જનસંપર્ક અભિયાન-2021 અંતર્ગત તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત કૉંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, મોરબી જિલ્લા કોંગ્રેસ નીરિક્ષક કરણસિંહ જાડેજા, ટંકારા ધારાસભ્ય લલીત કગથરા, એલ. એમ. કંઝારીયા, જયંતીલાલ જે. પટેલ સહિતના મુખ્ય આગેવાનો, સ્થાનિક સ્વરાજની મોરબી જિલ્લા, તાલુકા પંચાયત અંગેની ચુંટણીલક્ષી માહિતિ અને માર્ગદર્શન આપવા માટે હાજર રહ્યા હતા. તેમજ મોરબી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, મહિલા કોંગ્રેસ, NSUI, યુથ, SC-ST સેલ, માઇનોરીટી સેલ, સેવાદળ, સોશ્યલ મિડિયા ડિપાર્ટમેન્ટ તથા કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ-મોરબી રોડ પર રામાપીરના મંદીરે આજે મળેલી બેઠકમાં કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ફરી એકવાર ગુજરાતમાં તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે ટંકારા સંગઠનના પ્રમુખ ભુપત ગોધાણીએ સર્વેનો આભાર વ્યક્ત કરી ચુંટણી કામે વળગી જવા કાર્યકરોને હાકલ કરી હતી.