વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરાઇ ટંકારા: ટંકારા તાલુકા ભાજપના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી.જેમાં આગામી વિધાનસભાની ચૂંટણી અને પ્રચારને લઈને અનેક મુદ્દેઓની ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાની નજીક આવી રહેલી ચૂંટનીને ધ્યાને લઈને દરેક રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપની સુચના મુજબ આગામી વિધાનસભા ચુંટણીની તૈયારીના ભાગરુપે ટંકારા તાલુકા ભાજપ પદાધિકારી બેઠક તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપાના અધ્યક્ષ સ્થાને સવારે 10 વાગ્યે પ્રભુચરણ આશ્રમ ટંકારા ખાતે યોજાઇ હતી. જેમાં પુર્વ ધારાસભ્ય બાવનજી મેતલિયા મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગ્યા અગ્રણી પ્રભુ કામરીયા લોક ચાહના ધરાવતા જીલ્લા પંચાયત મોરબીના પ્રથમ પ્રમુખ કેશુભાઈ રૈયાણી સંગઠન મહામંત્રી રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, જીલ્લાના હોદેદાર રવિભાઈ સનાવડા, નરેન્દ્રસિંહ ઝાલા, શહેરના નામાંકિત પુર્વ સરપંચ દિનેશભાઇ વાધરીયા બિલ્ડર રશિકભાઈ દલસાણિયા શહેરના માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી અશોકભાઈ ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યો માટે સરકારની યોજના ઉપરાંત આગામી 66 ટંકારા વિધાનસભાની ચૂંટણી અને પ્રચારને લઈને ચર્ચા કરવામાં આવી હતી.