મોરબી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા ઉજ્જવલ ફાર્મ ખાતે મોરબી જિલ્લા યુવા ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે વિશેષ ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાન અને આગામી કાર્યક્રમને લઈને માહિતી આપી હતી. આ ઉપરાંત આ બેઠકમાં ભાજપ પ્રદેશ મહામંત્રી ડો. નરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયા, મહામંત્રી શક્તિસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.