મોરબી : મોરબીમાં પરા બજારમાં આવેલ શાહ મેડિકલના પરેશભાઈ ચંદુલાલ શાહ દ્વારા તેમના પિતા સ્વ. ચંદુલાલ વાડીલાલ શાહના સ્મર્ણાર્થે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા આજે ફ્રી ટીફીન સેવામાં ગરીબો અને નિરાધાર વૃદ્ધો માટે પ્રસાદમાં શુદ્ધ ઘીનો સોજીનો શીરો અને નાયલોન ખમણનું સુંદર આયોજન કરી અને અન્નદાન મહાદાનનું ઉત્તમ સત્કાર્ય કર્યું. ત્યારે પરેશભાઈ ચંદુલાલ શાહ હંમેશા આમ જ નિરાધાર વૃદ્ધોની જઠરાગ્નિ ઠારવાનું ઉત્તમ સત્કાર્ય કરતાં રહે અને ગરીબોના અંતરના આશિર્વાદથી સુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્તી ભર્યું જીવન પ્રાપ્ત કરે તેવી ફ્રી ટીફીન સેવા વતી ધીરૂભાઈ ચાવડા તરફથી શુભકામના પાઠવવામાં આવી.