મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા: વિદ્યુત નગરના ભક્તો દ્વારા ઠાકરને સ્નાન કરાવી રાસની રમઝટ બોલાવાઈમોરબી અપડેટ : મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવની ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ઋષિ પાંચમ નિમિત્તે બહેનો માટે વિશેષ સ્નાન અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી.ભાદરવા સુદ અગિયારસના પવિત્ર દિવસે સવારે આશ્રમમાં યજ્ઞ, ધ્વજારોહણ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું. આ તકે દર્દીઓ માટે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં આયુર્વેદિક ડોક્ટર એન. જે. કોરડીયા દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન આંખની તપાસ કરી દર્દીઓને નેત્રબિંદુ ટીપાં, હરસનો મલમ અને દુખાવાની ટ્યુબ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.રાત્રિના સમયે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં સત્સંગ, ભજન, સંતવાણી અને પાટનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, જલઝીલણી અગિયારસ નિમિત્તે વિદ્યુત નગરના ભક્તો ઠાકરને સ્નાન કરાવવા માટે આશ્રમ ખાતે પધાર્યા હતા અને રાસની રમઝટ બોલાવીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવક ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હોવાનું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RamdhanAshram #RamdevpirPragatyotsav #FreeMedicalCamp #Satsang