ટંકારા : 'સેવા એજ ધર્મ'ના સૂત્રને સાર્થક કરતા પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને સરસ્વતી શિશુ મંદિર-ટંકારાના સંયુક્ત ઉપક્રમે આગામી 1 માર્ચના રોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિદાનની સાથે-સાથે નિઃશુલ્ક દવા અને લેબોરેટરી રિપોર્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસરપાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા સતત સેવાના કાર્યો કરવામાં આવે છે. ગ્રુપ દ્વારા કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ, વૃદ્ધાશ્રમ અને બાલાશ્રમમાં કપડાં તેમજ નાસ્તાનું વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. આ કડીમાં હવે ટંકારાના આંગણે મેડિકલ કેમ્પ યોજાવા જઈ રહ્યો છે.કેમ્પની મુખ્ય વિગતો • તારીખ: 1 માર્ચ,2026 • સમય: 9 થી 12 • સ્થળ: શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર, લક્ષ્મીનારાયણ સોસાયટી, ટંકારા. • વિશેષતા: દર્દીઓને જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે (જેનો સંપૂર્ણ ખર્ચ વર્ષાબેન ભીમાણી દ્વારા ઉઠાવવામાં આવશે). • હેલ્થકેર લેબોરેટરી (રાહુલ શિયાલ) દ્વારા હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ અને સુગરના રિપોર્ટ તદ્દન મફત કરી આપવામાં આવશે. • મોરબી અને રાજકોટની નામાંકિત હોસ્પિટલોના નિષ્ણાંત તબીબો પોતાની ટીમ સાથે સેવા આપશે.ક્યાં ક્યાં રોગોનું નિદાન થશે? સ્ત્રી રોગને લગતી તમામ સેવાઓ, નિઃસંતાનપણું, બીપી, ડાયાબિટીસ, શરદી, તાવ, ઉધરસ, શરીરના કોઈ પણ દુખાવા, પથરી, હરસ, મસા, ભગંદર, કેન્સર, લોહીના રોગો, આંખની તપાસ, બાળકોના તમામ રોગો, નાક,કાન, ગળાના રોગ સહિતની બીમારીઓની સેવા ઉપલબ્ધ છે.રજીસ્ટ્રેશન માટે સંપર્ક સૂત્રઆ કેમ્પનો લાભ લેવા માટે આયોજકો દ્વારા રજીસ્ટ્રેશન કરવા અપીલ કરવામાં આવી છે. જોકે, રજીસ્ટ્રેશન ન થઈ શકેલ લાભાર્થીઓનું પણ નિદાન કરવામાં આવશે. જે માટે બેચરભાઈ ગોધાણી : 7878318184 હર્ષદભાઈ દવે : 9016255345 જયેશભાઈ વીરસોડિયા : 8866750690 મહેશભાઈ વિરમગામાં : 9879874033 દીપકભાઈ ખત્રી : 9979000334નો સંપર્ક કરવા જણાવાયું છે. ટંકારા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આ આરોગ્યલક્ષી કેમ્પનો મહત્તમ લાભ લેવા પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને સરસ્વતી શિશુ મંદિર દ્વારા અપીલ કરવામાં આવી છે.