મોરબી : 17 માર્ચના રોજ ગણેશબાપાની પુણ્યતિથિ નિમિત્તે ગૌરીબેન ગણેશભાઈ પટેલ (વરમોરા) પરિવાર દ્વારા ડો. હસ્તીબેન મહેતાના 164માં એકદિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે.મોરબીના માટેલ ઢુવા ચોકડી પાસે નેશનલ હાઈવે-8 પર આવેલા સનહાર્ટ ગ્રુપ, જયસન સિરામિક ખાતે વરમોરા પરિવાર દ્વારા 17 માર્ચ ને સોમવારે સવારે 9-30 થી સાંજે 5 વાગ્યા સુધી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. જેમાં હસ્તીબેન મહેતા સેવા આપશે. આ કેમ્પમાં ત્રણ દિવસની દવા, વજન કરી અપાશે, જરૂરિયાત મુજબ ફ્રી બ્લડ સુગર ટેસ્ટ, બીપી ચેકઅપ, સાંધા, વાના દર્દીને પોઈન્ટ દ્વારા જયસુખભાઈ સારવાર આપશે. સાથે જ ભાલોડીયા તથા સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. આ મેડિકલ કેમ્પનો લાભ લેવા અને રક્તદાન કરવા ગોવિંદભાઈ વરમોરા દ્વારા સૌને આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.