300 બાળકોએ કર્યું માતા-પિતાનું પૂજનમોરબી : બાળકો માતા-પિતાના મહત્વને સમજતા થાય અને તેમના ઉપકારને સમજતા થાય તેવા શુભ આશયથી માધાપરવાડી કુમાર-કન્યા શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 બાળકોએ તેમના માતા-પિતાનું પૂજન કર્યું હતું. આ પૂજન દરમ્યાન લાગણી સભર અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હાલ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની બોલબાલા છે ત્યારે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યોગ વેદાંત સમિતિના તમામ કાર્યકર્તાઓ તેમજ બંને શાળાના તમામ શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.