દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા : ફાયર ટિમો ઘટના સ્થળે જવા રવાનાhttps://youtu.be/zeDdi-xRUfoટંકારા : ટંકારામાં ભંગારના ડેલામાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ આગ ઘણી વિકરાળ હોય દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારામાં લતીપર ચોકડી પાસે દયાનંદ હોસ્પિટલ સામે ભંગાર ડેલો આવેલ છે. જ્યાં આજે 11:30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગી છે. આ આગે જોત જોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ મામલે ફાયર ટીમોને જાણ કરવામાં આવતા ફાયર ટિમો ઘટના સ્થળે આવવા રવાના થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. બીજી તરફ આગની ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.