ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ- મોરબીના સમૂહ લગ્નોત્સવમાં 20 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશેમોરબી : આગામી તારીખ 2 ફેબ્રુઆરી ને રવિવારના રોજ મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબીનો 8મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા મોરબીના જુના સાદુળકા પાટીયા પાસે કે.કે. બેન્ક્વેટ હોલ એન્ડ પાર્ટી લોન્જ ખાતે આ જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.2 ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ સમૂહ લગ્નોત્સવમાં સવારે 9 વાગ્યે ગણેશ સ્થાપન, સાંજે 4 કલાકે જાન આગમન, 5 કલાકે દાતાઓનો સન્માન સમારોહ, 6-30 કલાકે હસ્ત મેળાપ, 6-30 કલાકે આમંત્રિત મહેમાનોનો સન્માન સમારોહ, સાંજે 7 કલાકે ભોજન પ્રસાદ અને રાત્રે 9 કલાકે જાન વિદાય થશે. આ પ્રસંગે સતાધારના વિજયદાસબાપુ, પીપળીધામના વાસુદેવ મહારાજ, કબીરધામ નાની વાવડીના મહામંડલેશ્વર શીવરામદાસજી સાહેબ, શક્તિધામ હળવદના દલસુખરામ બાપુ અને ખોખરા હનુમાન મંદિરના મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીજી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અનેક રાજકીય-સામાજિક આગેવાનો પણ હાજરી આપશે. આઠમા સમૂહ લગ્નોત્સવમાં શાસ્ત્રી હાર્દિકભાઈ પંડ્યા (ગજડીવાળા) લગ્ન વિધિ કરાવશે. સાથે જ દીકરીઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કરિયાવર રૂપે ભેટ આપવામાં આવશે.