જાગા સ્વામી મીત્ર મંડળ દ્વારા સેવાકિય આયોજન : તમામ દીકરીઓને કરીવાયર આપીને ધામધૂમથી વળાવાયમોરબી : મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ દ્વારા આજે મોચી સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવનું વાવડી રોડ ઉપર આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવમાં 4 યુગલો લગ્નના તાંતણે બંધાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં તમામ પ્રસંગો ધામધૂમથી યોજવામાં આવ્યા હતા. દાતાઓના સહયોગથી આ સમૂહ લગ્નમાં દીકરીઓને અનેક વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. આ વેળાએ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરી રહી હતી. જ્ઞાતિના અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આમ પાંચમો સમૂહલગ્ન ધામધૂમથી સંપન્ન થયો હતો.