વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાનના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ દેશભક્તિના નાદ સાથે વંદે માતરમનું ગાન કર્યુંટંકારા (મોરબી અપડેટ) : વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન, નવી દિલ્હી દ્વારા આયોજિત 'સામૂહિક વંદે માતરમ ગાન' કાર્યક્રમ અંતર્ગત ગત તારીખ 25/09/2026 ના રોજ સવારે 11:00 વાગ્યે ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે એક રાષ્ટ્રભક્તિથી સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના EI ધર્મિષ્ઠાબેન કડીવાર અને AEI નિધિબેન ગોસ્વામીએ પણ વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમની રૂપરેખા મુજબ બરાબર સવારે 11 વાગ્યે શાળાના કેમ્પસ ડાયરેક્ટર જીવાણી, આચાર્ય અસ્મિતાબેન ગામી, શાળાનો સમગ્ર સ્ટાફગણ અને તમામ વિદ્યાર્થિની બહેનોએ એકસાથે ઊભા રહીને સંપૂર્ણ વંદે માતરમ ગીતનું શિસ્તબદ્ધ રીતે સામૂહિક ગાન કર્યું હતું. વિદ્યાર્થિનીઓના સુમધુર અવાજ થકી શાળાના કેમ્પસમાં દેશભક્તિનો અદભુત માહોલ છવાઈ ગયો હતો.#Morbi #Tankara #OrpatKanyaVidyalaya #VandeMataram #VidyaBharati #DEOMorbi #MorbiUpdates #MorbiNews #GujaratEducation