ત્રણ મહિના પહેલા જ લગ્ન કરનાર પરિણીતાએ પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીવાંકાનેર : વાંકાનેર શહેરમાં ત્રણ મહિના પૂર્વે જ લગ્ન કરનાર પરિણીતા પોતાના બહેનના ઘેર આટો મારવા જતા પતિ તેમજ સાસુ અને સસરાએ તારે તારી બહેનના ઘેર નહિ જવાનું તેમ કહી બેફામ માર મારતા પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નવાપરામાં રહેતા નિશાબેન બેચરભાઈ દેત્રોજા ઉ.21 નામના પરિણીતાએ આરોપી એવા પતિ બેચરભાઈ હરેશભાઇ દેત્રોજા, સાસુ પ્રભાબેન અને સસરા હરેશભાઇ માનસિંગભાઈ દેત્રોજા રહે.નવાપરા -2 વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.22ના રોજ તેઓ તેમના બહેનના ઘેર આટો મારી પરત ઘેર આવતા પતિ તેમજ સાસુ સસરાએ તું કેમ તારી બેનના ઘેર ગઈ હતી.તને ના પાડી છે કે, તારે તારા બહેનના ઘેર નહિ જવાનું કહી બેફામ માર મારતા નિશાબેનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.નિશાબેનને હજુ ત્રણ માસ પૂર્વે જ લગ્ન થયાનું સામે આવ્યું છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.