મોરબી : મોરબી શહેરના ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં આવેલ શિવપાર્કમાંથી પરિણીતા ગુમ થઇ જતા પોલીસ મથકે ગુમસુધા નોંધ કરવામાં આવી છે.મૂળ ભાવનગર જીલ્લાના ટીટોડીયા ગામના વતની હાલ મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં આવેલ શિવપાર્ક રહેતા હીરલબેન મહેશભાઈ જાદવ ઉ.25 ગત તા.25 ઓક્ટોબરના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોય જે આજદિન સુધી ઘરે ન આવતા તેમના પતિ મહેશભાઈ મનાભાઈ જાદવ ઉ.28 દ્વારા મોરબી સીટી બી ડિવિઝનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા અંગેની નોંધ કરી તપાસ હાથ ધરી છે.