મોરબી : મોરબીના લાલપર ગામે પરિણીતા તેમની બે દીકરી સાથે પાંચ દિવસ પૂર્વે ગુમ થયેલ છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.પ્રાપ્ત થયેલ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિગતો મુજબ ડોલીબેન પરેશભાઈ અગ્રાવત ઉ.વ.૨૬, તેમની દિકરી- હીર પરેશભાઇ અગ્રાવત ઉ.વ.૦૮ અને ક્રિષા પરેશભાઇ અગ્રાવત ઉ.વ.૦૩ ત્રણેય રહે. લીલાપર ગામ ગુરુદેવ સોસાયટી રામજી મંદિરની બાજુમાં તા.જી.મોરબી મુળ રહે. રવાપર ગામ વાળા ગઇ તા-૨૪ ના બપોરે ૩ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી કોઇને કંઇ કહયા વગર નીકળી ગયેલ છે. જો કોઈને તેઓ વિશે જાણ થાય તો એએસઆઈ એસ.વી.સોલંકી મો.નં- ૭૯૯૦૨ ૪૮૪૮૨ તથા ફોન નં.-૦૨૮૨૨-૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.