વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા અને ખેતીકામ કરતા સવિતાબેન ઉર્ફે ભાનુબેન વિનાભાઈ ઉર્ફે વિનોદભાઈ ધોરીયા ઉ.35 નામના પરિણીતા ગઈકાલે કાશીપર ગામની સીમમાં બે નાલી તરીકે ઓળખાતી સીમમાં રેલવે ટ્રેક પર ચાલીને જતા હતા ત્યારે અચાનક ટ્રેન હડફેટે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.