વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે રહેતા મૂળ થાનગઢના વતની રવિનાબેન કિશનભાઈ માંધડ ઉ.25 નામના મહિલાને પેટમાં દુખાવો ઉપડવાની સાથે જ પેશાબમાં લોહી આવવા લાગતા વાંકાનેરની શ્રધ્ધા હોસ્પિટલમાં ઇન્જેક્શન આપ્યા બાદ આચકી ઉપડતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈ જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.