વહેલી સવારે દંપતી નાસ્તો કરવા જતું હતું ત્યારે બનેલી ઘટનામોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગઈકાલે વહેલી સવારે નાસ્તો કરવા નીકળેલા દંપતીની કાર રોડની સાઈડમાં ઉભેલા આઇસર ટ્રક સાથે અથડાતા કારમાં સવાર પરિણીતાનું ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે કાર ચાલક પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમા મોરભગતની વાડીમાં રહેતા પ્રકાશભાઈ જીવણભાઈ કણઝારીયા અને તેમના પત્ની હીનાબેન પ્રકાશભાઈ કણઝારીયા ઉ.27 ગઈકાલે વહેલી સવારે 4.30 વાગ્યે કાર લઈ બસસ્ટેન્ડ તરફ નાસ્તો કરવા જતાં હતાં ત્યારે સમય ગેઇટ પાસે પ્રકાશભાઈએ પોતાની કાર રોડની સાઈડમાં ઉભેલા આઇસર સાથે અથડાવી દેતા હીનાબેનને માથામાં ગંભીર ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતના આ બનાવમાં મૃતક હીનાબેનના પતિ પ્રકાશભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.