મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર છોટાલાલ પેટ્રોલપંપ સામે ભેખડની વાડી વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન ચંદ્રકાંતભાઈ પરમાર ઉ.23 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. મૃતક પરિણીતાના ત્રણેક વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.