હળવદ બસ સ્ટેન્ડ પાછળ વાલ્મિકી વાસમાં બનેલો બનાવ હળવદ : હળવદ શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ વાલ્મિકી વાસમાં રહેતા સવિતાબેન ભરતભાઇ મારુડ નામના પરિણીતાએ પતિ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થયા બાદ મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.