હળવદ : હળવદના ઢવાણા ગામે પિયર ધરાવતી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખંપાળિયા ગામે સાસરું ધરાવતી પરિણીતાને સાસરે ગમતું ન હોય છેલ્લા નવેક મહિનાથી હળવદના ઢવાણા રહેતી હતી જ્યાં પિયરજનોએ સાસરે જવા સમજાવતા પરિણીતાને મનમાં લાગી આવતા એસિડ પી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે પિતાને ત્યા રહેતા ખમ્માબેન વિજયભાઈ વસવેલીયા ઉ.27ના લગ્ન 4 વર્ષ પૂર્વે થયા હતા. લગ્ન બાદ ખમ્માબેનને સાસરે ગમતું ન હોય છેલ્લા નવ મહીનાથી ઢવાણા રહેતા હોય પિયરજનોએ સાસરે જવા સમજાવતા ખમ્માબેનને લાગી આવતા બાથરૂમ સાફ કરવાનું એસિડ પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.