એલસીબીની ટીમે મથુરા જઈને સાધુના વેશમાં રહેલા શેતાનને દબોચ્યો, શખ્સે વર્ષ 2002માં એક વૃદ્ધાની હત્યા કરી તેના ઘરેણાં લૂંટી લીધા હતામોરબી : મોરબી શહેરમાં 23 વર્ષ પહેલાં મર્ડર કરી લૂંટ આચરનાર શખ્સ મથુરા જઈને સાધુ બની ગયો હતો. જો કે આટલા વર્ષો પછી પણ મોરબી એલસીબી/ફર્લો સ્ક્વોડની ટીમે મથુરા પહોંચી સાધુના વેશમાં રહેલા શેતાનને પકડી મોરબી લાવવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર ત્રાજપર ખારીમાં ચંપાબેન નામના વૃદ્ધાની અજાણ્યા શખ્સોએ ગળે ટુંપો દઇ હત્યા કરી પહેરેલ દાગીના સોનાના પાટલા, ચેન, પગમાં પહેરવાના ચાંદીના કડલાની લુંટ કરી હતી. આ બનાવ મામલે મૃતક વૃદ્ધાના પુત્ર અશોકભાઈ પોપટભાઇ વરાણીયા રહે. યોગીનગર મોરબી -2 વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે 7/05/2002ના રોજ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ ગુનામાં આરોપીઓ તરીકે સોનલબેન ઉર્ફે સોનું ઉર્ફે ધર્માવતી નટવરભાઈ પરમાર રહે. મુળ સોખડા તા.જી.વડોદરા, પ્રેમસીંગ ઉર્ફે ગુફુ સરમન બધેલ રહે. અવાર તા.કુહેર જી.ભરતપુર (રાજસ્થાન)ના નામો ખુલ્યા હતા. આ આરોપીઓ બાબતે મોરબી સિટી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓ મળી આવવાની સંભવીત જગ્યાઓએ તથા તેના વતનમાં તપાસ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન આરોપીઓ મળી આવ્યા ન હતા. બાદમાં બન્ને આરોપીઓને ફરારી જાહેર કરવામાં આવ્યા હતા.બાદમાં તપાસ કરી રહેલ એલસીબી/ફર્લો સ્ક્વોડને બાતમી મળેલ કે આરોપી પ્રેમસીંગ ઉર્ફે ગુરુ સરવન ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરી કોઇ મંદીરમાં રહી સેવા પુજા કરે છે. જેથી મોરબીની ટીમે મથુરા જિલ્લાના છાતા તાલુકાના તરોલી જાનુબી ગામની સીમમાં આવેલ હનુમાન મંદીર ખાતે જઈ સ્થાનીક વેશ ધારણ કરી લોકલ વાહનોનો ઉપયોગ કરી સ્થાનીક પોલીસને સાથે રાખી તપાસ કરતા 23 વર્ષથી નાસતો ફરતો આરોપી મળી આવતા તેને પકડી અહીં લાવીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, જે.પી. કણસાગરા સહિતની ટિમ રોકાયેલ હતી.