મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા મોરબી તાલુકાના કોયલી (કાસા) ગામેથી દેશી બનાવટની બંદુક નંગ 2 સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે મળેલ હકિકત આધારે પોલીસે રેઇડ કરતા મોરબી તાલુકા પો.સ્ટે.ના કોયલી (કાસા) ગામની સીમમાં આરોપી જયસુખ ઉર્ફે મુન્નો સવસીભાઈ સનુરા (ઉ.વ. 25, ધંધો:-ખેતી, રહે. કોયલી (કાસા) ગામ) ગેરકાયદે લાયસન્સ પરવાના વગરની દેશી બનાવટની જામગરી બંદુક નંગ 2, જેની કી.રૂ. 2,500 સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.