મોરબી SOG ની ટીમે શંકાસ્પદ હાલતમાં પસાર થતા લીંબાળાના ઈસમને દબોચી લીધોમોરબી: મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઢુવા માટેલ રોડ પર ઉમિયા સિરામિક પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વિનાના કાળા રંગના મોટરસાયકલ સાથે પસાર થતા પોલીસે તેને અટકાવ્યો હતો.પોલીસની પૂછપરછમાં ગલ્લા-તલ્લા કરતા બાઈક અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. તેમજ કાગળો ન હોવાથી વધુ તપાસ અર્થે પોલીસે મોટરસાયકલના ચેસીસ નંબર અને એન્જીન નંબરના આધારે સર્ચ કરતા વાહનની કોઈ વિગત મળી ન હતી, જેથી આ બાઇક ચોરીનું કે છળકપટથી મેળવ્યું હોવાનું જણાયું હતું. આથી પોલીસે બાઈક કબજે કરી આરોપી નવાઝ નિઝામુદીન શેરશીયા (રહે. લીંબાળા, તા. વાંકાનેર) ની અટકાયત કરી તેને આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.કબજે કરેલ મુદ્દામાલની વિગત: • હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ (કાળો કલર, બ્લુ-લાલ પટ્ટાવાળું).• ચેસીસ નંબર: 00J20C19809.• એન્જીન નંબર: 00J18M19962.• બાઈકની કુલ કિંમત: રૂ. 20,000.#MorbiUpdate #MorbiPolice #SOGMorbi #BikeTheft #Wankaner #CrimeNews #MorbiNews #Morbi