મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે વીસીપરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મદીના સોસાયટી નજીકથી નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ લઈ નીકળેલા એક શખ્સને અટકાવી બાઈકના કાગળો માંગતા આરોપી બાઇકના કાગળો રજૂ નહિ કરી શકતા આરોપીની કડક પૂછપરછમાં આ બાઈક ચોરી કર્યું હોવાનું કબુલતા પોલીસે આરોપીને અટકાયતમાં લઈ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબી બી ડિવિઝન પોલીસે વિશિપરામાં થયેલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાયા બાદ રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન વિશિપરામાં મદીના સોસાયટી પાસેથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈને નીકળેલા આરોપી સદામ અનવરભાઈ બુખારી રહે.રણછોડનગર, વીસીપરા વાળાને અટકાવી બાઈકના કાગળો માંગતા આરોપી સદામ બાઈકના કાગળ રજૂ કરી શક્યો ન હતો.બાદમાં પોલીસે આગવી ઢબે પૂછતાછ કરતા આરોપીએ આ બાઈક લાયન્સનગર વીસીપરામાંથી ચોરી કર્યું હોવાનું કબુલતા બી ડિવિઝન પોલીસે આરોપીને અટકાયતમાં લઈ રૂ.15 હજારનું બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.