મોરબી સીટી એ ડીવીઝન પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી : દારૂના 156 ચપલા અને 30 બિયર કબ્જે લેવાયામોરબી અપડેટ : મોરબીમાં શનાળા બાયપાસ પાસે ગોકુળનગર ગૌશાળા નજીક આવેલી એક રહેણાક ઓરડીમાંથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ કપીલભાઈ હિતેષભાઈ ગુર્જર અને મહેશભાઈ ડાયાભાઈ ડાભી સહિતનો પોલીસ સ્ટાફ શનાળા પોલીસ ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે મોરબી શનાળા બાયપાસ, ગોકુળનગર ગૌશાળા પાસે તળાવની બાજુમાં પશ્ચિમ બારની પતરાવાળી ઓરડીમાં શની શાંતીલાલ કડેવાર નામનો શખ્સ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો.ઓરડીમાંથી દારૂ અને બીયરનો જથ્થો જપ્તપોલીસની ટીમે પતરાવાળી ઓરડીનો દરવાજો ખોલાવી તપાસ કરતા અંદરથી શનીભાઈ ઉર્ફે સનીયો શાંતીલાલ કડેવાર (ઉંમર વર્ષ 32, રહે. ગોકુલનગર, શનાળા બાયપાસ પાસે, મોરબી) હાજર મળી આવ્યો હતો. પોલીસે ઓરડીમાં તલાશી લેતા અંદરથી રીટ્ઝ રીઝર્વ વ્હીસ્કી 180 ml ના પ્લાસ્ટિકના 156 ચપલા (કિંમત રૂ. 26,520), કિંગ ફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર 500 ml ના 14 ટીન (કિંમત રૂ. 1,750) અને બડવાઇઝર મેગ્નમ બીયર 500 ml ના 16 ટીન (કિંમત રૂ. 2,304) મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 30,574ની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી શનીભાઈ ઉર્ફે સનીયો શાંતીલાલ કડેવાર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની કલમ 65(a), 65(e) અને 116-B મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ કેસની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વનીતાબેન જેઠાભાઈ સીચણાદા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCity #MorbiPolice #CrimeNews #GujaratPolice