થોડા દિવસો પૂર્વે પણ આ જ શખ્સ ચાઈનીઝ દોરીની 58 ફિરકીઓ સાથે પકડાયો હતોટંકારા : ટંકારામાં પોલીસ ચેકીંગ દરમિયાન એક શખ્સ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 6 ફીરકી સાથે ઝડપાયો છે. આ શખ્સ સામે ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ સાથેનું જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અન્વયે ટંકારા પોલીસ દ્વારા પતંગ- દોરીના વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ વેળાએ અફજલ ઇબ્રાહિમભાઈ માડકિયા ઉ.વ.31 રહે. ટંકારા મઢવાળી શેરીવાળા પાસેથી ચાઈનીઝ દોરીની 6 ફીરકી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ શખ્સ થોડા દિવસ પૂર્વે જ ચાઈનીઝ દોરીની 58 ફિરકીઓ સાથે પણ પકડાયો હતો. એક જ મહિનામાં બીજી વખત આ શખ્સને પોલીસે ચાઈનીઝ દોરી સાથે પકડી પાડ્યો છે.