એસટી બસમાં પેસેન્જર તરીકે મુસાફરી દરમિયાન દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યુંહળવદ : હળવદ શહેરમાં આવેલ સરા ચોકડી પાસે ઇંગ્લિશ દારૂની 24 બોટલ સાથે મોરબી તાલુકાના ઘૂટું ગામના યુવાનને હળવદ પોલીસે ઝડપી લીધો હતો.પોલીસે 8,400 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.હળવદ પોલીસ દ્વારા શહેરની સરા ચોકડી પરથી મોરબી તાલુકાના ઘુટું ગામે રહેતા માનવ ઉર્ફે કાનો પ્રવીણભાઈ પટેલને ગ્રીન લેબલની ઇંગ્લિશ દારૂની 24 બોટલ સાથે ઝડપી લીધો હતો.પોલીસ દ્વારા 8400 ના મુદ્દામાલ સાથે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું કે આરોપી સરકારી એસ.ટી બસમાં પેસેન્જર તરીકે મુસાફરી દરમિયાન દારૂની હેરાફેરી કરતો હતો.