મોરબી : યુવાનોને નશીલા પદાર્થ વેચાણ સામે શરૂ થયેલી રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે નીચી માંડલ નજીક શિવ કોમ્પ્લેક્સમાં આવેલ રાધે પાનની દુકાનમાં દરોડો પાડી આરોપી વિપુલ વનજીભાઈ કૈલા રહે.ઉમા રેસિડેન્સી, ઘુંટુ રોડ મોરબી વાળાને નશાકારક ગોગો સ્ટીક નંગ 35 કિંમત રૂપિયા 350 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.