મોરબી એલસીબી ટીમે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં દરોડો પાડી 1,63,500નો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીને આધારે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં દરોડો પાડી સેન્ટ્રો કારમાં ચોરખાનું બનાવી દારૂનું વેચાણ કરતા શખ્સને 45 બોટલ દારૂ તેમજ ગાડી મળી કુલ 1,63,500ના મુદામાલ સાથે ઝડપી લઈ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં સરકારી સ્કુલની બાજુમાં સેન્ટ્રો કારમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડતા આરોપી સુરેશ ભુપતભાઈ રાઠોડ (રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી, સરકારી સ્કૂલની બાજુમાં, મોરબી-2, મૂળ રહે. કંથારીયા, તા.ચુડા, જી.સુરેન્દ્રનગર) સેન્ટ્રો કાર સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે દરોડા દરમિયાન સેન્ટ્રો કારની તલાસી લેતા પાછળની સીટ નીચે તેમજ આગળ હેન્ડ બ્રેક પાસે ચોરખાનામાં છુપાવેલો અલગ-અલગ બ્રાન્ડનો 45 બોટલ દારૂ કિંમત રૂપિયા 13,500 મળી આવ્યો હતો. વધુમાં પોલીસે આરોપી ભૂપતની પૂછપરછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો નરેન્દ્રસિંહ જાડેજા (રહે. ધાણીસર, તા. રાપર, જી. ગાંધીધામ) પાસેથી ખરીદ કર્યો હોવાની કબૂલાત આપતા પોલીસે સેન્ટ્રો કાર અને વિદેશી દારૂનો જથ્થા સહીત કુલ રૂપિયા 1,63,500નો મુદામાલ કબ્જે કરી ભુપત રાઠોડને બી ડિવિઝન હવાલે કરી ફરિયાદ નોંધાવી દારૂ સપ્લાયર નરેન્દ્રસિંહ જાડેજાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..