રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ : દારૂ મોકલનાર અન્ય એક શખ્સ સામે પણ ગુનો નોંધાયોમોરબી અપડેટ: ભુજ રેન્જ અને માળીયા મીંયાણા પોલીસની ટીમે માળીયા-કંડલા નેશનલ હાઇવે પર ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કારમાં ડ્રાઈવર સીટ નીચે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી છે.માહિતી મુજબ, વાહન ચેકિંગ દરમિયાન હ્યુન્ડાઈ ક્રેટા કાર (GJ-10-CG-2178) શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકી તલાશી લીધી હતી. આ તપાસમાં કારની ડ્રાઈવર સીટ નીચે એક ચોરખાનું મળી આવ્યું હતું, જેમાંથી 8 PM બ્રાન્ડના 180 ml ના 397 દારૂના ચપલા (કિંમત 49,625) તેમજ 8,00,000 ની કાર સહિત કુલ 8,54,625 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે કાર ચાલક રાવતસિંહ ભેરસિંહ ચૌહાન (ઉ.વ. 26, રહે. જોરાદર, તા. સીતલવાણા, જી. જાલોર, રાજસ્થાન) ની અટકાયત કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ દારૂ ભરેલી કાર માંગીલાલ રબારી (રહે. કોદ, તા. સાંચોર, જી. જાલોર) નામના શખ્સે આપી હતી જેને ગાંધીધામ પહોંચાડવાની હતી. આ મામલે માળીયા મીંયાણા પોલીસ મથકમાં પકડાયેલા ડ્રાઇવર અને માલ મોકલનાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #LiquorSeized #MorbiPolice #CrimeNews #ProhibitionAct