બી ડિવિઝન પોલીસે વરીયા મંદિર નજીકથી વર્લી ફિચરના આંકડા લખતા શખ્સને ઝડપ્યો મોરબી અપડેટ : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સો-ઓરડી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન વરીયા મંદિર નજીકથી એક શખ્સને વરલી મટકાના આંકડાઓ લખી જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આજે તારીખ 22/09/2026 ના રોજ સાંજે 4:45 વાગ્યાના અરસામાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મોરબી-2 ના સો-ઓરડી વિસ્તારમાં વરીયા મંદિર વાળી શેરી પાસે જાહેર રોડ ઉપર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તેને રોકીને તપાસ કરી હતી. આ શખ્સના હાથમાં રહેલી ડાયરી અને બોલપેન ચેક કરતા તેમાં વરલી ફિચરના આંકડાઓ લખેલા હોવાનું ધ્યાને આવ્યું હતું.પોલીસે પંચોની રૂબરૂમાં શખ્સનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મકસુદભાઈ મુસાભાઈ ચૌહાણ (ઉ.વ. 37, ધંધો મજૂરી, રહે. સો-ઓરડી શેરી નં. 5, મોરબી) હોવાનું જણાવ્યું હતું. ડાયરીમાં ગુજરાતીમાં 'કલ્યાણકેન તા. 22/09' સાથે અલગ અલગ આંકડાઓ લખેલા હતા, જે નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આરોપી મકસુદ ચૌહાણની અંગજડતી કરતા તેની પાસેથી રોકડા રૂપિયા 1200 મળી આવ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા 1200, એક બોલપેન અને વર્લી ફિચરના આંકડા લખેલી એક ડાયરી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી મકસુદ ચૌહાણ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારા કલમ 12(અ) મુજબ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiNews #CrimeNews #MorbiPolice #GamblingArrest #MorbiUpdates #SoOrdi #GujaratPolice