મોરબી : ટંકારા પોલીસે ખીજડિયા ચોકડીએથી સ્વીફ્ટ કારમાં દારૂ લઈ જતા શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે રૂ.૬૭ હજારનો વિદેશી દારૂનો જથ્થો પણ પકડી પાડ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસને બાતમી મળી હતી કે મોરબી તરફથી એક સફેદ કલરની સ્વીફટ ગાડી રજીસ્ટર નંબર- GJ-10-BG-9681 ની ઇંગ્લીશ દારૂની પેટીઓ ભરી ટંકારા તરફ આવે છે. જેને આધારે ટંકારા પોલીસની ટીમે ટંકારા નજીક ખીજડીયા ચોકડીએ વોચ રાખતા સ્વીફટ ગાડી નિકળતા તેને રોકી ચેક કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ગ્રીન લેબલ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની કાચની કંપની સીલ પેક બોટલો નંગ- ૯૬ કિ.રૂ. ૨૮,૮૦૦/-, ઇંગ્લીશ દારૂના ઓફીસર ચોઇસ કલાસીક વ્હીકસ્કી ૧૮૦ M.L.ના પ્લાસ્ટીકના ચપલા નંગ- ૪૮ કિ.રૂ.૪૮૦૦/-, ઇગ્લીશ દારૂના ઓરેન્જ હીલ વોડકા ઓરેન્જ ફલેવર ૧૮૦ M.L.ના કાંચના કુલ ચપલા નંગ- ૨૪૦ કિ.રૂ.૨૪,૦૦૦/-, ઇંગ્લીશ દારૂના વાઇટલેક વોડકા ઓરેન્જ ફલેવર ૧૮૦ M.L.ના કાચના કુલ ચપલા નંગ- ૯૪ કિ.રૂ. ૯૪૦૦/- મળી આવતા તેની સાથે કાર કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૬૭,૦૦૦/-ના મુદ્દામાલ પકડી પાડ્યો છે.આ સાથે ઇનાયતભાઇ ઇબ્રાહીમભાઈ મસીયા ઉ.વ- ૨૪ રહે- રણજીતસાગર રોડ નંદનવન સોસાયટી શેરી નંબર- ૦૧ પિંજારાવાસ જામનગરવાળાને પકડી પાડી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામા આવી છે. આ કામગીરીમાં પો.સબ ઇન્સ. એમ.જે. પાઘલ, પો.હેડ.કોન્સ. શાહિદભાઈ સીદીકી, પો.હેડ.કોન્સ. મહેશકુમાર ઇશરાણી, પો.કોન્સ. બીપીનકુમાર શેરશીયા, રમેશભાઈ રબારી, સોયબઅહેમદ અજમાત્રા સહિતનો સ્ટાફ જોડાયો હતો.