મોરબી: મોરબી સિટી 'એ' ડિવિઝન પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં એક આરોપીને પકડી પાડ્યો છે. મોરબીના એક રહેણાંક મકાનમાં દેશી બનાવટની જામગરી બંદૂક છુપાવવામાં આવી હોવાની બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન, પોલીસે આશરે રૂ. 2000 ની કિંમતની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક નંગ-1 કબજે કરી આરોપી રાજુભાઈ અબ્દુલભાઈ પબાણી (ઉ.વ. 39, રહે. મોરબી, કંડલા બાયપાસ, ફિદાય પાર્ક) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.