એસઓજીની ટીમે દરોડો પાડી 4 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે શખ્સને પકડી લીધોમોરબી : મોરબીમાં એક શખ્સે પોતાના ઘરના વાડામાં જ ગાંજાની ખેતી શરૂ કરી હતી. પરંતુ આ ગેરકાનૂની કૃત્ય પોલીસથી છૂપું રહી શક્યું ન હતું. એસઓજી ટીમે ત્યાં દરોડો પાડી 4 કિલોથી વધુ ગાંજા સાથે શખ્સની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રભુભાઈ રઘુભાઈ મકવાણા (રહે. વિદ્યુતનગર પાછળ, ભારતનગર મફતિયા પરા, મોરબી-2) નામના શખ્સે પોતાના રહેણાંક મકાનની સામે આવેલા તેના કબ્જા ભોગવટાવાળા વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. આ બાતમીના આધારે પોલીસે તે જગ્યાએ રેડ કરીને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.પોલીસે રેડ દરમિયાન આરોપી પાસેથી લીલા ગાંજાના નાના-મોટા 8 છોડ કબ્જે કર્યા છે, જેનું વજન 4 કિલો 086 ગ્રામ છે અને તેની કિંમત 204300 રૂપિયા થાય છે. આ ઉપરાંત 290 ગ્રામ ગાંજાનો અન્ય જથ્થો પણ મળી આવ્યો છે, જેની કિંમત 14500 રૂપિયા છે. આમ, પોલીસે કુલ 4 કિલો 376 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત 218800 રૂપિયા આંકવામાં આવી છે.આ મામલે પકડાયેલા આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ કલમ-8 (C) 20 (A) (B) મુજબની કાર્યવાહી કરવામાં આવી છે અને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે. આ કેસની આગળની તમામ તપાસ અને કાર્યવાહી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #SOGMorbi #NDPSAct #CrimeNews #GujaratPolice #DrugRaid