અગાઉ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી કરતા શખ્સે શેઠના પત્ની સાથે આડા સંબંધો રાખ્યા હોવાથી નોકરીમાંથી કાઢી મુક્યો હતોમોરબી : મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી કરતા શખ્સે શેઠના પત્ની સાથે આડા સંબંધો રાખ્યાની જાણ શેઠને થઈ જતા નોકરીમાંથી કાઢી મુક્યાં બાદ પણ પરિણીતા સાથે આડા સંબંધો રાખનાર શખ્સે ગઈકાલે ટ્રાન્સપોર્ટરને આંતરી લોખંડની ટોમી વડે હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા અને મુનનગર રોડ ઉપર ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલે આરોપી વનરાજ હૂંબલ, હુસેન અને જગા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી વનરાજ અગાઉ તેમની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કામ કરતો હોય ઘરે આવરો જાવરો રહેતા તેમના પત્ની સાથે આડા સંબંધ બાંધ્યા હતા જેની જાણ થઈ જતા નરેન્દ્રસિંહ આરોપી વનરાજને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.બાદમાં વનરાજે તેની પોતાની અલગ ઓફીસ શરૂ કરી હતી અને ગઈકાલે નરેન્દ્રસિંહ, તેમનો પુત્ર અને ડ્રાઇવર ગાડી લઈને પસાર થતા હતા ત્યારે પંચાસર રોડ ઉપર કારને આંતરી આરોપી વનરાજે ગાડી ઉભી રખાવી નરેન્દ્રસિંહને કહ્યું હતું કે, મારે તારા પત્ની સાથે આડા સંબંધ છે તું વચ્ચે આવતો નહિ કહી હુસેન અને જગા નામના શખ્સ સાથે મળી લોખંડની ટોમી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.