મોરબી : ગુન્હાહિત પ્રવૃત્તિ કરવા બદલ મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલો શખ્સ મોરબીમાં હોવાની બાતમીને આધારે પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા અબુભાઇ ફતેમામદ કટીયાને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મોરબીના હદપારી કેસ નંબર ૪૫/૨૦૧૯ તથા રજી.નંબર ૧૩/૨૦૨૧ તા.૧૨/૦૭/૨૦૨૧ ના હુકમથી મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ જિલ્લાઓમાંથી હુકમ તારીખ થી ૧૨ મહીના માટે હદપાર કરેલ હોવા છતા મોરબી જિલ્લાની હદમાં મળી આવતા પોલીસે હદપારી હુકમનો ભંગનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..