હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અજિતગઢ રોડ ઉપર ટીકર ચોકડી પાસેથી મોરબીના શખ્સને વિદેશી દારૂ અને બિયરની હેરફેર કરતા ઝડપી લઈ સ્વીફ્ટ કાર સહિત 3.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે અજિતગઢ ગામ જવાના રસ્તે ટીકર ચોકડી નજીકથી શંકાસ્પદ સ્વીફ્ટ કાર નંબર જીજે - 36 - એએલ - 8111 લઈને પસાર થતા મોરબીના વજેપરમા રહેતા આરોપી જગદીશ ગંગારામ બાંભણીયા નામના શખ્સને અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની નાની મોટી 144 બોટલ તેમજ 12 બિયરના ટીન મળી આવતા પોલીસે રૂ.62,052નો દારૂ બિયર તેમજ 3 લાખની કાર મળી 3,62,052નો મુદ્દામાલ હસ્તગત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.