મોરબી: મધ્યપ્રદેશથી સગીર વયની બાળાને ભગાડીને મોરબી આવીને રહેતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડી એમ.પી. પોલીસને સોંપી આપ્યો છે. મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના પેટલાવદ તાલુકાના ગણ દુલાખેડી તિતરી ફળિયામાં રહેતા સોહન પુનાભાઈ મુણીયા નામના શખ્સને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે સગીરાના અપહરણના ગુન્હામાં મોરબીથી ઝડપી પાડ્યો છે. આશરે એકાદ માસ પહેલા સોહન મુણીયા મધ્યપ્રદેશથી એક સગીરાનું અપહરણ કરી મોરબીના ધૂંનડા રોડ, આર્યગ્રામ સોસાયટી સામે બનતી નવી સોસાયટી ખાતે સગીરાને લાવીને રહેતો હતો. આ બાબતની જાણ થતાં મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે ઉપરોક્ત સ્થળેથી ભોગ બનનાર સગીરા સાથે આરોપીને ઝડપી પાડી પેટલાવદ પોલીસને જાણ કરી એમ.પી. પોલીસને હવાલે કર્યો છે. ઉપરોક્ત કામગીરીમાં એલસીબી પોલીસ ઇન્સ્પેકટર વી.બી. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન બી ડાભી, એએસઆઇ હીરાભાઈ ચાવડા, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઇ કૈલા, કૌશિકભાઇ મારવાણીયા, પોલીસે કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, ચંદુભાઈ કાણોતરા, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર, નિરવભાઈ મકવાણા, ભરતભાઈ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા સહિતના રોકાયા હતા.