માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક બનેલી ઘટના મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક શેરડીના હરતા ફરતા ચિચોડાને ટ્રકે ઠોકર મારતા ચિચોડાનું વાહન ચલાવી રહેલા ઉત્તરપ્રદેશના વતની યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વિશિપરામા ભાડાના મકાનમાં રહેતા અને શેરડીનો હરતો ફરતો ચિચોડો ધરાવતા દરવસિંહ ઉર્ફે ધરવસિંહ સોદાનસિંહ બાધેલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ પોતાના સાળાના દીકરા દેવેન્દ્રસિંહ હરવીરસિંહ બાધેલ સાથે શેરડીનો ચિચોડો લઈ માળીયા તરફ જતા હતા ત્યારે ગાળા ગામના પાટિયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે ઓવરટેક કરી કાવું મારતા ચિચોડો ચલાવી રહેલા દેવેન્દ્રને ગંભીર ઇજાઓ પહોંચતાં મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી જતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.