મોરબી : હળવદ- માળિયા હાઇવે પર રણજીતગઢના પાટિયા પાસે નાનજીભાઇ દેવજીભાઇ સોનાગ્રા દલવાડી ઉ.વ.૫૮ રહે. રણજીતગઢવાળા બાઇક લઈને જતા હતા. ત્યારે બાઇક સ્લીપ થતા તેઓને ઇજા પહોંચી હતી. જો કે તેમને હોસ્પિટલ ખસેડતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.