પોલીસે વિદેશી બોટલ લેવા મોકલનાર બે આરોપીની પણ ધરપકડ કરીમોરબી : મોરબી શહેરના રેલ્વે સ્ટેશન રોડ પરથી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી એક્ટિવા સવાર યુવકને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.સાથે જ આરોપીની પૂછતાછમા દારૂ લેવા મોકલનાર બે શખ્સના નામ કબુલતા પોલીસે અન્ય બે આરોપીની ધરપકડ કરી એક્ટિવા કબ્જે કર્યું હતું.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશન રોડ પરથી જીજે - 36 - એન - 0804 નંબરના એક્ટિવા મોટર સાયકલમાં વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 686 લઈને પસાર થતા આરોપી સંજયભાઈ ચંદુલાલ લાંઘણોજા, રહે. રણછોડનગર વાળાને ઝડપી લઈ રૂ. 30,000ના એક્ટિવા સહિત કુલ રૂ. 30,686નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂની બોટલ આરોપી દેવાંગભાઈ જગદીશભાઈ લાંઘણોજા અને રાજેશભાઈ ઉર્ફે લાલો દિલીપભાઈ અઘારાના કહેવાથી લેવા આવ્યો હોવાનું કબુલતા પોલીસે બન્ને આરોપીઓની પણ ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.