મોરબી તાલુકા પોલીસે રફળીયા નજીકથી શખ્સને દબોચ્યો મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન રફળીયા ગામ નજીકથી એક શખ્સને ચોરાઉ બાઈક ઉપર દારૂની હેરફેર કરતા ઝડપી લઈ એક બોટલ દારૂ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે રફળીયા ગામે ભુદેવ પાન નજીકથી મૂળ ધ્રાંગધ્રા હાલ મચ્છુનગર રફળીયા ગામે રહેતા આરોપી વસંત કરશનભાઇ પરમારને ચોરાઉ બાઈક ઉપર વિદેશી દારૂની બોટલ લઈને નીકળતા ઝડપી લઈ રૂ.300ની દારૂની બોટલ, 2000 રૂપિયાનો મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાનૂની કાર્યવાહી કરી હતી.