સિટી એ ડિવિઝન પોલીસે એક્ટિવા કબ્જે કરી નંબરના આધારે ગુન્હો નોંધ્યો મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ગઈકાલે લાતીપ્લોટમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એક એકટીવા ચાલક એક્ટિવા રેઢું મૂકી નાસી જતા એક્ટિવામાંથી 150 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે એક્ટિવા નંબરને આધારે ગુન્હો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ સિટી એ ડિવિઝન સ્ટાફ ગઈકાલે લાતીપ્લોટમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે GJ-36-P-6096 નંબરનો એક્ટિવા ચાલક એક્ટિવા છોડી નાસી જતા પોલીસે એક્ટિવાની તલાસી લેતા એક્ટિવમાંથી 150 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે સિટી એ ડિવિઝન પોલીસે એક્ટિવાના નંબરને આધારે ગુન્હો નોંધી રૂપિયા 3000નો દેશીદારૂ અને 40 હજારની કિંમતનું એક્ટિવા કબ્જે લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..