માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકા પંચાયત કચેરી ખાતે 5 નવેમ્બર ને બુધવારના રોજ સવારે 9-30 થી 12-30 વાગ્યા સુધી મહા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આંખોની મફત તપાસ, મોતિયા નિદાન તથા ટાંકા વગરના આધુનિક ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે. દર્દીઓને દવા, રહેઠાણ અને જમવાનું સહિતની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે મફત મળશે. તે ઉપરાંત ડો. વિરલ કાલરીયા (MBBS, D.Ortho) દ્વારા હાડકાં અને સાંધાના દર્દીઓની મફત તપાસ અને સલાહ આપવામાં આવશે.આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે મામલતદાર એચ.સી પરમાર અને તાલુકા વિકાસ અધિકારી પી.એમ. સાવલિયા ઉપસ્થિત રહેશે. આ સેવા કાર્યક્રમનું આયોજન ડો. પૃથ્વીરાજસિંહ જાડેજા (માળિયા સ્ટેટ), રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ- રાજકોટ, સુન્ની મુસ્લિમ જમાત માળિયા (મિયાણા), સામાજિક આગેવાન અને ઉદ્યોગપતિ અલિયાસભાઈ મુસાભાઈ મોવર, અયુબભાઈ મોવર તથા આમીન ભટ્ટી (લોક અધિકાર મંચ – ગુજરાત)ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.કેમ્પ કોર્ડિનેટર તરીકે શ્રી સિદ્ધાર્થસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા (મો. 90991 44413) રહેશે. આ અનોખી સેવા કાર્યની તકનો વધુમાં વધુ લોકો લાભ લે – એવો આયોજકોએ અપીલ કરી છે. વધુ પૂછપરછ માટે મો. નં. 9974697906, 9998678326 પર સંપર્ક કરવા જણાવ્યું છે.