ટંકારા : રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા ઓવરબ્રિજ ઉતરતા સમયે ગઇકાલ રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મુંદ્રાથી કોડીનાર જતી એસ.ટી. બસ અને એક કન્ટેનર ટ્રક વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં મોટી જાનહાનિ સહેજમાં ટળી છે. અકસ્માત એટલો ભીષણ હતો કે કન્ટેનર પલટી મારી ગયું હતું અને બસનો એક તરફનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો.ઘટનાની વિગત:મુંદ્રા-કોડીનાર રૂટની એસ.ટી. બસ જ્યારે ટંકારાથી રાજકોટ તરફ જઈ રહી હતી, ત્યારે ઓવરબ્રિજ ઉતરતા સમયે સામેથી આવતા કન્ટેનર ટ્રક સાથે તેની જોરદાર અથડામણ થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક રોંગ સાઈડમાં પલટી ખાઈ ગયો હતો અને સ્ટ્રીટ લાઈટના પોલ સાથે ધડાકાભેર અથડાયો હતો. બસની સાઈડના ભાગના છોતરાં નીકળી ગયા હતા, જે જોઈને પ્રત્યક્ષદર્શીઓના કાળજા કંપી ઉઠ્યા હતા.સેવાભાવીઓ મદદે દોડ્યા:અકસ્માત બાદ બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતા જ ટંકારાના જલારામ હોટલના માલિક ભાવિનભાઈ સેજપાલ અને અન્ય સેવાભાવી યુવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી, તેમને પાણી પાઈને શાંત પાડ્યા હતા અને જરૂરી પ્રાથમિક મદદ પૂરી પાડી માનવતા મહેકાવી હતી.નસીબ બળિયા તો જાન બચી:બસની જે હાલત થઈ છે તે જોતા કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત, પરંતુ સદનસીબે કોઈ મુસાફરને ગંભીર ઈજા પહોંચી નથી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.#MorbiUpdate #Tankara #Accident #STBus #GujaratNews #LiveUpdate #RoadSafety #TankaraNews #Morbi